Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 62 of 214
PDF/HTML Page 74 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ગ્રહણે વિસર્ગે સેવતાં નહિ છેદ જેથી થાય છે,
તે ઉપધિ સહ વર્તો ભલે મુનિ કાળક્ષેત્ર વિજાણીને. ૨૨૨.
ઉપધિ અનિંદિતને, અસંયત જન થકી અણપ્રાર્થ્યને,
મૂર્છાદિજનનરહિતને જ ગ્રહો શ્રમણ, થોડો ભલે. ૨૨૩.
ક્યમ અન્ય પરિગ્રહ હોય જ્યાં કહી દેહને પરિગ્રહ અહો!
મોક્ષેચ્છુને દેહેય નિષ્પ્રતિકર્મ ઉપદેશે જિનો ? ૨૨૪.
જન્મ્યા પ્રમાણે રૂપ ભાખ્યું ઉપકરણ જિનમાર્ગમાં,
ગુરુવચન ને સૂત્રાધ્યયન, વળી વિનય પણ ઉપકરણમાં. ૨૨૫.
આ લોકમાં નિરપેક્ષ ને પરલોક-અણપ્રતિબદ્ધ છે
સાધુ કષાયરહિત, તેથી યુક્ત આ’ર-વિહારી છે. ૨૨૬.
આત્મા અનેષક તે ય તપ, તત્સિદ્ધિમાં ઉદ્યત રહી
વણ-એષણા ભિક્ષા વળી, તેથી અનાહારી મુનિ. ૨૨૭.
કેવલશરીર મુનિ ત્યાંય ‘મારું ન’ જાણી વણ-પ્રતિકર્મ છે,
નિજ શક્તિના ગોપન વિના તપ સાથ તન યોજેલ છે. ૨૨૮.
આહાર તે એક જ, ઊણોદર ને યથા-ઉપલબ્ધ છે,
ભિક્ષા વડે, દિવસે, રસેચ્છાહીન, વણ-મધુમાંસ છે. ૨૨૯.
વૃદ્ધત્વ, બાળપણા વિષે, ગ્લાનત્વ, શ્રાંત દશા વિષે,
ચર્યા ચરો નિજયોગ્ય, જે રીત મૂળછેદ ન થાય છે. ૨૩૦.
જો દેશ-કાળ તથા ક્ષમા-શ્રમ-ઉપધિને મુનિ જાણીને
વર્તે અહારવિહારમાં, તો અલ્પલેપી શ્રમણ તે. ૨૩૧.
શ્રામણ્ય જ્યાં ઐકાગ્ર્ય, ને ઐકાગ્ર્ય વસ્તુનિશ્ચયે,
નિશ્ચય બને આગમ વડે, આગમપ્રવર્તન મુખ્ય છે. ૨૩૨.
૬૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય