Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 64 of 214
PDF/HTML Page 76 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
નહિ મોહ, ને નહિ રાગ, દ્વેષ કરે નહીં અર્થો વિષે,
તો નિયમથી મુનિરાજ એ વિધવિધ કર્મો ક્ષય કરે. ૨૪૪.
શુદ્ધોપયોગી શ્રમણ છે, શુભયુક્ત પણ શાસ્ત્રે કહ્યા;
શુદ્ધોપયોગી છે નિરાસ્રવ, શેષ સાસ્રવ જાણવા. ૨૪૫.
વાત્સલ્ય પ્રવચનરત વિષે ને ભક્તિ અર્હંતાદિકે
એ હોય જો શ્રામણ્યમાં, તો ચરણ તે શુભયુક્ત છે. ૨૪૬.
શ્રમણો પ્રતિ વંદન, નમન, અનુગમન, અભ્યુત્થાન ને
વળી શ્રમનિવારણ છે ન નિંદિત રાગયુત ચર્યા વિષે. ૨૪૭.
ઉપદેશ દર્શનજ્ઞાનનો, પોષણ-ગ્રહણ શિષ્યો તણું,
ઉપદેશ જિનપૂજા તણોવર્તન તું જાણ સરાગનું. ૨૪૮.
વણ જીવકાયવિરાધના ઉપકાર જે નિત્યે કરે
ચઉવિધ સાધુસંઘને, તે શ્રમણ રાગપ્રધાન છે. ૨૪૯.
વૈયાવૃતે ઉદ્યત શ્રમણ ષટ્ કાયને પીડા કરે
તો શ્રમણ નહિ, પણ છે ગૃહી; તે શ્રાવકોનો ધર્મ છે. ૨૫૦.
છે અલ્પ લેપ છતાંય દર્શનજ્ઞાનપરિણત જૈનને
નિરપેક્ષતાપૂર્વક કરો ઉપકાર અનુકંપા વડે. ૨૫૧.
આક્રાંત દેખી શ્રમણને શ્રમ, રોગ વા ભૂખ, પ્યાસથી,
સાધુ કરો સેવા સ્વશક્તિપ્રમાણ એ મુનિરાજની. ૨૫૨.
સેવાનિમિત્તે રોગી-બાળક-વૃદ્ધ-ગુરુ શ્રમણો તણી,
લૌકિક જનો સહ વાત શુભ-ઉપયોગયુત નિંદિત નથી. ૨૫૩.
આ શુભ ચર્યા શ્રમણને, વળી મુખ્ય હોય ગૃહસ્થને;
તેના વડે જ ગૃહસ્થ પામે મોક્ષસુખ ઉત્કૃષ્ટને. ૨૫૪.
૬૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય