શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે હીનગુણ હોવા છતાં ‘હું પણ શ્રમણ છું’ મદ કરે,
ઇચ્છે વિનય ગુણ-અધિક પાસ, અનંતસંસારી બને. ૨૬૬.
મુનિ અધિકગુણ હીનગુણ પ્રતિ વર્તે યદિ વિનયાદિમાં,
તો ભ્રષ્ટ થાય ચરિત્રથી ઉપયુક્ત મિથ્યા ભાવમાં. ૨૬૭.
સૂત્રાર્થપદનિશ્ચય, કષાયપ્રશાંતિ, તપ-અધિકત્વ છે,
તે પણ અસંયત થાય, જો છોડે ન લૌકિક-સંગને. ૨૬૮.
નિર્ગ્રંથરૂપ દીક્ષા વડે સંયમતપે સંયુક્ત જે,
લૌકિક કહ્યો તેને ય, જો છોડે ન ઐહિક કર્મને. ૨૬૯.
તેથી શ્રમણને હોય જો દુખમુક્તિ કેરી ભાવના,
તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં. ૨૭૦.
સમયસ્થ હો પણ સેવી ભ્રમ અયથા ગ્રહે જે અર્થને,
અત્યંતફળસમૃદ્ધ ભાવી કાળમાં જીવ તે ભમે. ૨૭૧.
અયથાચરણહીન, સૂત્ર-અર્થસુનિશ્ચયી ઉપશાંત જે,
તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ૨૭૨.
જાણી યથાર્થ પદાર્થને, તજી સંગ અંતર્બાહ્યને,
આસક્ત નહિ વિષયો વિષે જે, ‘શુદ્ધ’ ભાખ્યા તેમને. ૨૭૩.
રે ! શુદ્ધને શ્રામણ્ય ભાખ્યું, જ્ઞાન દર્શન શુદ્ધને,
છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪.
સાકાર અણ-આકાર ચર્યાયુક્ત આ ઉપદેશને
જે જાણતો, તે અલ્પ કાળે સાર પ્રવચનનો લહે. ૨૭૫.
❁
૬૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય