શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
શ્રી
પંચાસ્તિકાયસંગ્રહ
(પદ્યાનુવાદ)
૧. ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
(હરિગીત)
શત-ઇન્દ્રવંદિત, ત્રિજગહિત-નિર્મળ-મધુર વદનારને,
નિઃસીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને. ૧.
આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું, સુણજો તમે;
જિનવદનનિર્ગત-અર્થમય, ચઉગતિહરણ, શિવહેતુ છે. ૨.
સમવાદ વા સમવાય પાંચ તણો સમય — ભાખ્યું જિને;
તે લોક છે, આગળ અમાપ અલોક આભસ્વરૂપ છે. ૩.
જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ ને આકાશ એ
અસ્તિત્વનિયત, અનન્યમય ને અણુમહાન પદાર્થ છે. ૪.
વિધવિધ ગુણો ને પર્યયો સહ જે અનન્યપણું ધરે
તે અસ્તિકાયો જાણવા, ત્રૈલોક્યરચના જે વડે. ૫.
તે અસ્તિકાય ત્રિકાળભાવે પરિણમે છે, નિત્ય છે;
એ પાંચ તેમ જ કાળ વર્તનલિંગ સર્વે દ્રવ્ય છે. ૬.
અન્યોન્ય થાય પ્રવેશ, એ અન્યોન્ય દે અવકાશને,
અન્યોન્ય મિલન, છતાં કદી છોડે ન આપસ્વભાવને. ૭.
ૐ