શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સર્વાર્થપ્રાપ્ત, સવિશ્વરૂપ, અનંતપર્યયવંત છે,
સત્તા જનમ-લય-ધ્રૌવ્યમય છે, એક છે, સવિપક્ષ છે. ૮.
તે તે વિવિધ સદ્ભાવપર્યયને દ્રવે — વ્યાપે — લહે
તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહિ અન્ય છે. ૯.
છે સત્ત્વ લક્ષણ જેહનું, ઉત્પાદવ્યયધ્રુવયુક્ત જે,
ગુણપર્યયાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે. ૧૦.
નહિ દ્રવ્યનો ઉત્પાદ અથવા નાશ નહિ, સદ્ભાવ છે;
તેના જ જે પર્યાય તે ઉત્પાદ-લય-ધ્રુવતા કરે. ૧૧.
પર્યાયવિરહિત દ્રવ્ય નહિ, નહિ દ્રવ્યહીન પર્યાય છે,
પર્યાય તેમ જ દ્રવ્ય કેરી અનન્યતા શ્રમણો કહે. ૧૨.
નહિ દ્રવ્ય વિણ ગુણ હોય, ગુણ વિણ દ્રવ્ય પણ નહિ હોય છે;
તેથી ગુણો ને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. ૧૩.
છે અસ્તિ, નાસ્તિ, ઉભય તેમ અવાચ્ય આદિક ભંગ જે,
આદેશવશ તે સાત ભંગે યુક્ત સર્વે દ્રવ્ય છે. ૧૪.
નહિ ‘ભાવ’ કેરો નાશ હોય, ‘અભાવ’નો ઉત્પાદ ના;
‘ભાવો’ કરે છે નાશ ને ઉત્પાદ ગુણપર્યાયમાં. ૧૫.
જીવાદિ સૌ છે ‘ભાવ’, જીવગુણ ચેતના ઉપયોગ છે;
જીવપર્યયો તિર્યંચ-નારક-દેવ-મનુજ અનેક છે. ૧૬.
મનુજત્વથી વ્યય પામીને દેવાદિ દેહી થાય છે;
ત્યાં જીવભાવ ન નાશ પામે, અન્ય નહિ ઉદ્ભવ લહે. ૧૭.
જન્મે મરે છે તે જ, તોપણ નાશ-ઉદ્ભવ નવ લહે;
સુર-માનવાદિક પર્યયો ઉત્પન્ન ને લય થાય છે. ૧૮.
૬૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય