શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ત્યમ જ્ઞાનદર્શન જીવનિયત અનન્ય રહીને જીવથી,
અન્યત્વના કર્તા બને વ્યપદેશથી — ન સ્વભાવથી. ૫૨.
જીવો અનાદિ-અનંત, સાંત, અનંત છે જીવભાવથી,
સદ્ભાવથી નહિ અંત હોય; પ્રધાનતા ગુણ પાંચથી. ૫૩.
એ રીત સત્-વ્યય ને અસત્-ઉત્પાદ જીવને હોય છે,
— ભાખ્યું જિને, જે પૂર્વ-અપર વિરુદ્ધ પણ અવિરુદ્ધ છે. ૫૪.
તિર્યંચ-નારક-દેવ-માનવ નામની છે પ્રકૃતિ જે,
તે વ્યય કરે સત્ ભાવનો, ઉત્પાદ અસત્ તણો કરે. ૫૫.
પરિણામ, ઉદય, ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે,
તે પાંચ જીવગુણ જાણવા; બહુ ભેદમાં વિસ્તીર્ણ છે. ૫૬.
પુદ્ગલકરમને વેદતાં આત્મા કરે જે ભાવને,
તે ભાવનો તે જીવ છે કર્તા — કહ્યું જિનશાસને. ૫૭.
પુદ્ગલકરમ વિણ જીવને ઉપશમ, ઉદય, ક્ષાયિક અને
ક્ષાયોપશમિક ન હોય, તેથી કર્મકૃત એ ભાવ છે. ૫૮.
જો ભાવકર્તા કર્મ, તો શું કર્મકર્તા જીવ છે?
જીવ તો કદી કરતો નથી નિજ ભાવ વિણ કંઈ અન્યને. ૫૯.
રે! ભાવ કર્મનિમિત્ત છે ને કર્મ ભાવનિમિત્ત છે,
અન્યોન્ય નહિ કર્તા ખરે; કર્તા વિના નહિ થાય છે. ૬૦.
નિજ ભાવ કરતો આતમા કર્તા ખરે નિજ ભાવનો,
કર્તા ન પુદ્ગલકર્મનો; — ઉપદેશ જિનનો જાણવો. ૬૧.
રે! કર્મ આપસ્વભાવથી નિજ કર્મપર્યયને કરે,
આત્માય કર્મસ્વભાવરૂપ નિજ ભાવથી નિજને કરે. ૬૨.
૭૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય