Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 73 of 214
PDF/HTML Page 85 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જો કર્મ કર્મ કરે અને આત્મા કરે બસ આત્મને,
ક્યમ કર્મ ફળ દે જીવને ? ક્યમ જીવ તે ફળ ભોગવે? ૬૩.
અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી
આ લોક બાદર-સૂક્ષ્મથી, વિધવિધ અનંતાનંતથી. ૬૪.
આત્મા કરે નિજ ભાવ જ્યાં, ત્યાં પુદ્ગલો નિજ ભાવથી
કર્મત્વરૂપે પરિણમે અન્યોન્ય-અવગાહિત થઈ. ૬૫.
જ્યમ સ્કંધરચના બહુવિધા દેખાય છે પુદ્ગલ તણી
પરથી અકૃત, તે રીત જાણો વિવિધતા કર્મો તણી. ૬૬.
જીવ-પુદ્ગલો અન્યોન્યમાં અવગાહ ગ્રહીને બદ્ધ છે;
કાળે વિયોગ લહે તદા સુખદુઃખ આપેભોગવે. ૬૭.
તેથી કરમ, જીવભાવથી સંયુક્ત, કર્તા જાણવું;
ભોક્તાપણું તો જીવને ચેતકપણે તત્ફળ તણું. ૬૮.
કર્તા અને ભોક્તા થતો એ રીત નિજ કર્મો વડે
જીવ મોહથી આચ્છન્ન સાંત અનંત સંસારે ભમે. ૬૯.
જિનવચનથી લહી માર્ગ જે, ઉપશાંતક્ષીણમોહી બને,
જ્ઞાનાનુમાર્ગ વિષે ચરે, તે ધીર શિવપુરને વરે. ૭૦.
એક જ મહાત્મા તે દ્વિભેદ અને ત્રિલક્ષણ ઉક્ત છે,
ચઉભ્રમણયુત, પંચાગ્રગુણપરધાન જીવ કહેલ છે; ૭૧.
ઉપયોગી ષટ-અપક્રમસહિત છે, સપ્તભંગીસત્ત્વ છે,
જીવ અષ્ટ-આશ્રય, નવ-અરથ, દશસ્થાનગત ભાખેલ છે. ૭૨.
પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ-અનુભવબંધથી પરિમુક્તને
ગતિ હોય ઊંચે; શેષને વિદિશા તજી ગતિ હોય છે. ૭૩.
શ્રી પંચાસ્તિકાયસંગ્રહ-પદ્યાનુવાદ ]
[ ૭૩