શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જડરૂપ પુદ્ગલકાય કેરા ચાર ભેદો જાણવા;
તે સ્કંધ, તેનો દેશ, સ્કંધપ્રદેશ, પરમાણુ કહ્યા. ૭૪.
પૂરણ-સકળ તે ‘સ્કંધ’ છે ને અર્ધ તેનું ‘દેશ’ છે,
અર્ધાર્ધ તેનું ‘પ્રદેશ’ ને અવિભાગ તે ‘પરમાણુ’ છે. ૭૫.
સૌ સ્કંધ બાદર-સૂક્ષ્મમાં ‘પુદ્ગલ’ તણો વ્યવહાર છે;
છ વિકલ્પ છે સ્કંધો તણા, જેથી ત્રિજગ નિષ્પન્ન છે. ૭૬.
જે અંશ અંતિમ સ્કંધનો, પરમાણુ જાણો તેહને;
તે એક ને અવિભાગ, શાશ્વત, મૂર્તિપ્રભવ, અશબ્દ છે. ૭૭.
આદેશમાત્રથી મૂર્ત, ધાતુચતુષ્કનો છે હેતુ જે,
તે જાણવો પરમાણુ — જે પરિણામી, આપ અશબ્દ છે. ૭૮.
છે શબ્દ સ્કંધોત્પન્ન; સ્કંધો અણુસમૂહસંઘાત છે,
સ્કંધાભિઘાતે શબ્દ ઊપજે, નિયમથી ઉત્પાદ્ય છે. ૭૯.
નહિ અનવકાશ, ન સાવકાશ પ્રદેશથી, અણુ શાશ્વતો,
ભેત્તા
રચયિતા સ્કંધનો, પ્રવિભાગી સંખ્યા-કાળનો. ૮૦.
એક જ વરણ-રસ-ગંધ ને બેે સ્પર્શયુત પરમાણુ છે,
તે શબ્દહેતુ, અશબ્દ છે, ને સ્કંધમાં પણ દ્રવ્ય છે. ૮૧.
ઇન્દ્રિય વડે ઉપભોગ્ય, ઇન્દ્રિય, કાય, મન ને કર્મ જે,
વળી અન્ય જે કંઈ મૂર્ત તે સઘળુંય પુદ્ગલ જાણજે. ૮૨.
ધર્માસ્તિકાય અવર્ણગંધ, અશબ્દરસ, અસ્પર્શ છે;
લોકાવગાહી, અખંડ છે, વિસ્તૃત, અસંખ્યપ્રદેશ છે. ૮૩.
જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વદા એ પરિણમે,
છે નિત્ય, આપ અકાર્ય છે, ગતિપરિણમિતને હેતુ છે. ૮૪.
૭૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય