Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 76 of 214
PDF/HTML Page 88 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ધર્માધરમ-નભને સમાનપ્રમાણયુત અપૃથક્ત્વથી,
વળી ભિન્નભિન્ન વિશેષથી, એકત્વ ને અન્યત્વ છે. ૯૬.
આત્મા અને આકાશ, ધર્મ, અધર્મ, કાળ અમૂર્ત છે,
છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય; તેમાં જીવ છે ચેતન ખરે. ૯૭.
જીવ-પુદ્ગલો સહભૂત છે સક્રિય, નિષ્ક્રિય શેષ છે;
છે કાળ પુદ્ગલને કરણ, પુદ્ગલ કરણ છે જીવને. ૯૮.
છે જીવને જે વિષય ઇન્દ્રિયગ્રાહ્ય, તે સૌ મૂર્ત છે;
બાકી બધુંય અમૂર્ત છે; મન જાણતું તે ઉભયને. ૯૯.
પરિણામભવ છે કાળ, કાળપદાર્થભવ પરિણામ છે;
આ છે સ્વભાવો ઉભયના; ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે. ૧૦૦.
છે ‘કાળ’ સંજ્ઞા સત્પ્રરૂપક તેથી કાળ સુનિત્ય છે;
ઉત્પન્નધ્વંસી અન્ય જે તે દીર્ઘસ્થાયી પણ ઠરે. ૧૦૧.
આ જીવ, પુદ્ગલ, કાળ, ધર્મ, અધર્મ તેમ જ નભ વિષે
છે ‘દ્રવ્ય’સંજ્ઞા સર્વને, કાયત્વ છે નહિ કાળને. ૧૦૨.
એ રીત પ્રવચનસારરૂપ ‘પંચાસ્તિસંગ્રહ’ જાણીને
જે જીવ છોડે રાગદ્વેષ, લહે સકળદુખમોક્ષને. ૧૦૩.
આ અર્થ જાણી, અનુગમન-ઉદ્યમ કરી, હણી મોહને,
પ્રશમાવી રાગદ્વેષ, જીવ ઉત્તર-પૂરવ વિરહિત બને. ૧૦૪.
૭૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય