શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
૨. નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
શિરસા નમી અપુનર્જનમના હેતુ શ્રી મહાવીરને,
ભાખું પદાર્થવિકલ્પ તેમ જ મોક્ષ કેરા માર્ગને. ૧૦૫.
સમ્યક્ત્વજ્ઞાન સમેત ચારિત રાગદ્વેષવિહીન જે,
તે હોય છે નિર્વાણમારગ લબ્ધબુદ્ધિ ભવ્યને. ૧૦૬.
‘ભાવો’ તણી શ્રદ્ધા સુદર્શન, બોધ તેનો જ્ઞાન છે,
વધુ રૂઢ માર્ગ થતાં વિષયમાં સામ્ય તે ચારિત્ર છે. ૧૦૭.
બે ભાવ — જીવ અજીવ, તદ્ગત પુણ્ય તેમ જ પાપ ને
આસરવ, સંવર, નિર્જરા, વળી બંધ, મોક્ષ — પદાર્થ છે. ૧૦૮.
જીવો દ્વિવિધ — સંસારી, સિદ્ધો; ચેતનાત્મક ઉભય છે;
ઉપયોગલક્ષણ ઉભય; એક સદેહ, એક અદેહ છે. ૧૦૯.
ભૂ-જલ-અનલ-વાયુ-વનસ્પતિકાય જીવસહિત છે;
બહુ કાય તે અતિમોહસંયુત સ્પર્શ આપે જીવને. ૧૧૦.
ત્યાં જીવ ત્રણ સ્થાવરતનુ, ત્રસ જીવ અગ્નિ-સમીરના;
એ સર્વ મનપરિણામવિરહિત એક-ઇન્દ્રિય જાણવા. ૧૧૧.
આ પૃથ્વીકાયિક આદિ જીવનિકાય પાંચ પ્રકારના,
સઘળાય મનપરિણામવિરહિત જીવ એકેન્દ્રિય કહ્યા. ૧૧૨.
જેવા જીવો અંડસ્થ, મૂર્છાવસ્થ વા ગર્ભસ્થ છે;
તેવા બધા આ પંચવિધ એકેન્દ્રિ જીવો જાણજે. ૧૧૩.
શંબૂક, છીપો, માતૃવાહો, શંખ, કૃમિ પગ-વગરના
— જે જાણતા રસસ્પર્શને, તે જીવ દ્વીન્દ્રિય જાણવા. ૧૧૪.
શ્રી પંચાસ્તિકાયસંગ્રહ-પદ્યાનુવાદ ]
[ ૭૭