શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જૂ, કું ભી, માકડ, કીડી, તેમ જ વૃશ્ચિકાદિક જંતુ જે
રસ, ગંધ તેમ જ સ્પર્શ જાણે, જીવ ત્રીન્દ્રિય તેહ છે. ૧૧૫.
મધમાખ, ભ્રમર, પતંગ, માખી, ડાંસ, મચ્છર આદિ જે,
તે જીવ જાણે સ્પર્શને, રસ, ગંધ તેમ જ રૂપને. ૧૧૬.
સ્પર્શાદિપંચક જાણતાં તિર્યંચ-નારક-સુર-નરો
— જળચર, ભૂચર કે ખેચરો — બળવાન પંચેન્દ્રિય જીવો. ૧૧૭.
નર કર્મભૂમિજ ભોગભૂમિજ, દેવ ચાર પ્રકારના,
તિર્યંચ બહુવિધ, નારકોના પૃથ્વીગત ભેદો કહ્યા. ૧૧૮.
ગતિનામ ને આયુષ્ય પૂર્વનિબદ્ધ જ્યાં ક્ષય થાય છે,
ત્યાં અન્ય ગતિ-આયુષ્ય પામે જીવ નિજલેશ્યાવશે. ૧૧૯.
આ ઉક્ત જીવનિકાય સર્વે દેહસહિત કહેલ છે,
ને દેહવિરહિત સિદ્ધ છે; સંસારી ભવ્ય-અભવ્ય છે. ૧૨૦.
રે! ઇન્દ્રિયો નહિ જીવ, ષડ્વિધ કાય પણ નહિ જીવ છે;
છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧.
જાણે અને દેખે બધું, સુખ અભિલષે, દુખથી ડરે,
હિત-અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે. ૧૨૨.
બીજાય બહુ પર્યાયથી એ રીત જાણી જીવને,
જાણો અજીવપદાર્થ જ્ઞાનવિભિન્ન જડ લિંગો વડે. ૧૨૩.
છે જીવગુણ નહિ આભ-ધર્મ-અધર્મ-પુદ્ગલ-કાળમાં;
તેમાં અચેતનતા કહી, ચેતનપણું કહ્યું જીવમાં. ૧૨૪.
સુખદુઃખસંચેતન, અહિતની ભીતિ, ઉદ્યમ હિત વિષે
જેને કદી હોતાં નથી, તેને અજીવ શ્રમણો કહે. ૧૨૫.
૭૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય