ડગલે પગલે રંગ રંગથી જનમોત્સવ સૌ મ્હાલે,
સ્વાધ્યાય મંદિર – જિનમંદિરમાં હર્ષનાદ ગજાવે રે....એ.....
— કહાનના એ જન્મને...૨
ઘનનન નાદે ગગન ગજાવી આનંદ ભેરી બજાવે,
અનેક જ્યોતિ ઝગમગ ઝગમગ દીપકમાલા ઝબકે રે....એ...
— કહાનના એ જન્મને....૩
કુંદકુંદ પ્રભુ આશિષ આપે, દેવોં પુષ્પ વધાવે,
ઉમંગ ભર્યાં ભક્તોનાં હૈયાં ગુરુદેવ – અભિનંદે રે...એ....
— કહાનના એ જન્મને....૪
જન્મ વધાઈ સૂણતાં આવે દેશોદેશ સંદેશા,
ચીરંજીવો...ચીરંજીવો, ચીરંજીવો...ગુરુદેવા રે....એ....
જયજય હોજો જયજય હોજો, જયજય તારી જગમાં રે....એ.... — કહાનના એ જન્મને.....૫
✽
શ્રી જિનવાણીમાતા – ભજન
જય જિનવાણી, જય જિનવાણી જય જિનવાણી, માતા....
ભવ ભવ હોજો ભક્તિ તુમારી, આતમકી તું દાતા...જય૦
આતમ રક્ષક આતમ પોષક, આનંદ રસ પાનારી,
ધર્મતરુવર પોષક કરકે, મુક્તિ ફલ દેનારી...જય૦ ૧
નિત નિત સુધાપાન કરાતી ભવ્ય જીવોં કો ભારી,
જગત જનેતા સાચી પણ તું જન્મ વિનાશનહારી...જય૦ ૨
૧૪૪ ][ શ્રી જિનેન્દ્ર