સ્તવનમાળા ][ ૩૫
ધર પંચ મહાવ્રત ગુણ-નિધાન,
પુનિ તીન ગુપત ત્રય જગતમાન. ૪
સોહત શુદ્ધાતમ પાપ ટાર,
વર પંચ સમિતિ ગહ નિજ વિચાર,
સાધત પરમાતમપદ સંવેગ,
ગહિ શીલ ઢાલ સંતોષ તેગ. ૫
તપ કીને નાના વિધિ અપાર,
મહિમા – સમુદ્ર કરુણા ભંડાર;
વ્રત કર સોહત અતિ દિપતવાન,
બહુવિધિ પ્રકાર ૠદ્ધિ મહાન. ૬
ઉપમા નહિં કોઈ જિન સમાન,
ભવ – તારન તરન કહે વખાન;
રત્નત્રય – નિધિ દાની સુસંત,
નિજ પર હિત ઉપકારી મહંત. ૭
વસુ કરમન જીતન ભટ સુજાન,
ત્રિભુવનપતિ સહિત સુ ચાર જ્ઞાન;
ગુણશ્રેણીમંડિત સુમતિ ભૌન,
જિન ગુન વરનન બુધ ધરત કૌન. ૮
શ્રી જિન – સ્તવન
(છપ્પા)
વંદોં શ્રી જિનરાય, મન વચ કાય કરોજી;
તુમ માતા તુમ તાત, તુમ હી પરમ ધનીજી.