સ્તવનમાળા ][ ૪૩
ધરે તપ પાય સુકેવલ બોધ,
દિયૌ ઉપદેશ સુભવ્ય સંબોધ;
લિયૌ ફિર મોચ્છ મહાસુખરાશ,
નમોં નિત ભક્ત સોઈ સુખઆશ. ૧૨
શ્રી સીમંધાર સ્વામી સ્તવન
(છોટી બડી ગૌંઆરે – એ રાગ)
સત્યદેવી નંદા રે, દુઃખ અમારા કાપના
દુઃખ અમારા કાપના સત્ય.
ભવ ભય ભંજન, મુનિ મન રંજન, (૨)
સ્વામી અંતર્યામી; દુઃખ.....
દુરિત અપાશક, તત્ત્વ પ્રકાશક (૨)
શાસક ભવ્ય જીવોના; દુઃખ.....
ભવજલતારક, પતિત ઉદ્ધારક (૨)
વારક નીચ ગતિના; દુઃખ.....
કર્મ સુભટ વીર, મેરુસમાન ધીર, (૨)
સાગર સમ ગંભીર; દુઃખ.....
સુવર્ણ તીર્થે, નાથ બિરાજો, (૨)
વિદેહવાસી જિન ચંદા; દુઃખ.....
શ્રી સદ્ગુરુજી, મહાન પ્રભાવે, (૨)
ભેટ્યા સીમંધર જિનંદા; દુઃખ.....
રત્નત્રય ધરનાર, ધર્મ ધુરન્ધર, (૨)
આપો અનંત આનંદા; દુઃખ.....