૪૪ ][ શ્રી જિનેન્દ્ર
શ્રી જિન – સ્તવન
(સર ફીરોશીકી તમન્ના — એ રાગ હરિગીત)
આજ મારા હૃદયમાં, આનંદ સાગર ઊછળે,
જિનચન્દ્રના દર્શન વડે, સંતાપ સવિ સ્હેજે ટળે. ૧
કળિકાળમાં જિનદેવનું, દર્શન જીવન આધાર છે,
પામશે જે શુદ્ધ ભાવે, તરી જશે સંસાર તે. ૨
ભવવને ભમતાં થકાં, ભૂલા પડેલા માર્ગમાં,
દર્શનરૂપી દીપક લઈ, જાશું અમે અપવર્ગમાં. ૩
રામનો સંગમ થયે, જે હર્ષ પામે જાનકી,
તેવી જ રીતે ભવિકને, જિનદેવના દર્શન થકી. ૪
શ્રીગુરુ વચનામૃત સુણી, જાણ્યું અમે જિનદર્શને,
આત્મ જાગે, પાપ ભાગે, સિદ્ધની પદવી મળે. ૬
શ્રી સીમંધાર સ્વામીનું સ્તવન
(જાઓ જાઓ અય મેરે સાધુ — એ રાહ)
ધ્યાવો ધ્યાવો હે ભવિજન ભાવે, સીમંધર ભગવાન
એ ટેક૦
મંગલકારી નામ પ્રભુનું, ધ્યાવો થઈ એક તાન,
સર્વ સંપદા સ્હેજે પામો, કરો ક્રોડ કલ્યાણ.
ધ્યાવો૦ ૧
વિચરે સ્વામી મહા – વિદેહે કરતા ભવિ ઉપકાર,
ભરતક્ષેત્રના ભક્તો ભાવે, સ્મરી તરે સંસાર.
ધ્યાવો૦ ૨