Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 45 of 253
PDF/HTML Page 57 of 265

 

background image
સ્તવનમાળા ][ ૪૫
વૃષલચ્છનધર સત્યકી નંદન, વંદન વારંવાર,
મનવાંચ્છિતપદ તરવા કાજે, કરીએ ભવિજન સાર.
ધ્યાવો૦ ૩
કનકકાન્તિ છે કમલ નયનની, વદન છે પૂનમચંદ,
શીતલતા ચન્દન સમ શોભે, પ્રતાપ પૂર્ણ દિણંદ.
ધ્યાવો૦ ૪
ઘડી વસે જો અન્તર માંહી, પ્રભુજી વસ્યા જો દૂર,
તોપણ તારો સેવક પામે, આતમ અવિચલ નૂર.
ધ્યાવો૦ ૫
શ્રી સીમંધાર જિનસ્તવન
(પ્રીતલડી બંધાણી રે)
વિદેહવાસી શ્રી સીમંધર નાથજી,
વિનતી અમારી સ્નેહ ધરી અવધાર જો;
સંસારે ભમતાં હું આવ્યો આપને,
શરણે સાહિબ જાણી જગદાધાર જો...વિદેહવાસી.
સહવાસી છો ચિરસમયના નાથજી,
સાથે રહીને કરતા કાર્ય અપૂર્વ જો;
અલ્પ સમયના વિરહે શું વિસરી ગયા,
સેવકને સંકટમાં મૂકીને નાથ જો....વિદેહવાસી.
દૂરે મૂકી વિસરવું છાજે નહીં,
ઉત્તમ તે છંડે નહીં ઉત્તમ રીત જો;
સુખમાં સર્વે સજ્જનતાને દાખવે,
દુઃખમાં ત્યાગે નહિ જો સાચી પ્રીત જો....વિદેહવાસી.