૪૬ ][ શ્રી જિનેન્દ્ર
શ્રેયાંસનંદન! નાથ! ઘણું શું વિનવીએ,
દાસ તમારો ભરતે રહ્યો હો નાથ જો;
હાથ ગ્રહીને રાખો સાથો સાથમાં,
જેમ ઘણા સેવક છે પ્રભુજી સાથ જો...વિદેહવાસી. ૪
દર્શન આપી સ્વામી આ સંસારથી,
પાર ઉતારો પરમાતમ પરમેશ જો;
સેવકને પ્રભુ અમૃત રસના પાનથી,
સિદ્ધ કરાવો અલ્પ સમયમાં દેવ જો...વિદેહવાસી. ૫
શ્રી જિન – સ્તવન
(કાલી કમલીવાલે – એ રાગ)
નમીયે શ્રી પંચપદને નેહે, મંગલકામ,
ભવિયા, મંગલકામ. નમીયે.
ઘાતી કર્મનો ઘાત કરીને, કેવલ કમલા વિમલા વરીને,
પ્રથમ નમો અરિહંત. ભવિયા......
અઠવિધ કર્મના મર્મ પ્રજાળી, સિદ્ધ પ્રભુની પ્રભુતા ભારી,
નમો સિદ્ધિના કન્ત. ભવિયા......
ચાર તીર્થના સ્તંભ જે નેતા, શાસન ધૂર્વહ આનંદ યુતા
આચાર્ય મહારાજ. ભવિયા......
આગમ અર્થને ભણે ભણાવે, ઉપાધ્યાય મહાસંત કહાવે;
જિનશાસન સામ્રાજ્ય. ભવિયા......
ચરણ કરણના ગુણને સેવે, શિવપદને યું મુનિવર લેવે,
નમો નમો મુનિરાજ. ભવિયા.......