વરણાદિક ચઉ અળગા કીધા, ષટ સંઠાણ નહીં પરસિદ્ધા;
એતો સાદિ-અનંત સ્થિતિ સિદ્ધા રે..........સિદ્ધિ૦ ૧
ચિદ્ અવગાહનમાં જે ઠાયા, દેહાતીત તે સિદ્ધ કહાયા;
એતો ચિદાનંદ લય પાયા રે..........સિદ્ધિ૦ ૨
અનંત જ્ઞાન દરશન સોહાયા, અવ્યાબાધ સુખે વળી ઠાયા;
એતો ક્ષાયિક સમકિત પાયા રે..........સિદ્ધિ૦ ૩
એક સમય સગ રાજ સધાયા, લોક શિખર ફરસીને ઠાયા;
એતો અજ અવિનાશી કહાયા રે.........સિદ્ધિ૦ ૪
અરૂપી અક્ષયસ્થિતિ જાસ વખાણી, અગુરુલઘુ અવગાહના જાણી;
એતો અનંત વીરજની ખાણી રે..........સિદ્ધિ૦ ૫
આપ સ્વરૂપે જેહ સરૂપી, પુદ્ગલ ત્યાગે વરતે અરૂપી;
એતો નહિ નહિ રૂપારૂપી રે............સિદ્ધિ૦ ૬
સકલ સુરાસુર સુખ સમુદાયા, તેહથી ભિન્ન અનંતું સુખ જે પાયા;
એતો વચનાતીત કહાયા રે..........સિદ્ધિ૦ ૭
સિદ્ધ નિરંજનના ગુણ ગાવો, પરમાનંદ મહોદય પાવો;
થિર તન મન કરીને ધ્યાવો રે..........સિદ્ધિ૦ ૮
સંતજનો કહે સિદ્ધનું ધ્યાન, ધ્યાઈએ તત્પર થઈ એકતાન;
તે હોયે સિદ્ધ ભગવાન રે..........સિદ્ધિ૦ ૯
❃
૧૯૮ ][ શ્રી જિનેન્દ્ર