શ્રી જિનેંદ્ર – સ્તવન
(હરિગીત – છંદ)
સર્વ સુરેન્દ્રોના નમેલા મુકુટ ત્હેંના જે મણિ,
ત્હેનાં પ્રકાશે ઝળહળે પદપીઠ જે ત્હેના ધણી;
આ વિશ્વનાં દુઃખો બધાંયે છેદનારા હે પ્રભુ!
જય જય થજો જગબન્ધુ તુમ એમ સર્વદા ઇચ્છું વિભુ. ૧
વીતરાગ હે કૃતકૃત્ય ભગવન્! આપને શું વિનવું!
હું દાસ છું મહારાજ જેથી શક્તિહીન છતાં સ્તવું;
શું અર્થીવર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે?
પણ પ્રભો! પૂરી ભક્તિ પાસે યુક્તિઓ એ ના ઘટે. ૨
હે નાથ! નિર્મલ થઈ વસ્યા છો આપ દૂરે મુક્તિમાં,
તોયે રહ્યા ગુણ ઓપતા મુજ ચિત્તરૂપી શક્તિમાં;
અતિદૂર એવો સૂર્ય પણ શું આરસીના સંગથી,
પ્રતિબિંબરૂપે આવી અહીં ઉદ્યોતને કરતો નથી! ૩
ક્યારે પ્રભો સંસારકારણ સર્વ મમતા છોડીને,
આજ્ઞા પ્રમાણે આપની મન તત્ત્વજ્ઞાને જોડીને;
રમીશ આત્મ વિષે પ્રભો નિરપેક્ષવૃત્તિ થઈ સદા,
તજીશ ઇચ્છા મુક્તિની પણ સન્ત થઈને હું કદા? ૪
નિઃસીમ કરુણાધાર છો, છો શરણ આપ પવિત્ર છો,
સર્વજ્ઞ છો નિર્દોષ છો ને સર્વ જગના નાથ છો;
સ્તવન મંજરી ][ ૧૯૯