હું દીન છું ને ઝંખતો પ્રભુ શરણ આવ્યો આપને,
આ અવિરતિના ભિલ્લથી રક્ષો મને રક્ષો મને. ૫
પ્રભુ દેવના પણ દેવ છો વળી સત્ય શંકર છો તમે,
છો બુદ્ધ ને આ વિશ્વત્રયને છો તમે નાયકપણે;
અધર્મનાં કાર્યો બધાં દૂરે કરીને ચિત્તને,
જોડું સમાધિમાં જિનેશ્વર શાંત થઈ હું જે સમે. ૬
આજ્ઞારૂપી અમૃતરસોના પાનમાં પ્રીતિ કરી,
પામીશ પરબ્રહ્મે રતિ ક્યારે વિભાવો વિસરી?
સમ શત્રુ મિત્ર વિષે બની ન્યારો થઈ પરભાવથી,
રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભો આનંદથી? ૭
❀
શ્રી જિનેંદ્ર – સ્તવન
(હરિગીત – છંદ)
ગતદોષ ગુણભંડાર જિનજી દેવ મ્હારે તું જ છે,
સુરનર સભામાં વર્ણવ્યો જે ધર્મ મ્હારે તે જ છે;
એમ જાણીને પણ દાસની મત આપ અવગણના કરો,
આ નમ્ર મ્હારી પ્રાર્થના સ્વામી તમે ચિત્તે ધરો. ૧
તુમ પાદપદ્મ રમે પ્રભો નિત જે જનોનાં ચિત્તમાં,
સુરઇન્દ્ર કે નરઇન્દ્રની પણ એ જનોને શી તમા?
ત્રણ લોકની પણ લક્ષ્મી એને સહચરી પેઠે ચહે,
શુભ સદ્ગુણોનો ગંધ એના આત્મમાંહે મહમહે. ૨
૨૦૦ ][ શ્રી જિનેન્દ્ર