Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 201 of 438
PDF/HTML Page 219 of 456

 

background image
મુજ નેત્રરૂપ ચકોરને તું ચન્દ્રરૂપે સાંપડ્યો,
તેથી જિનેશ્વર આજ હું આનંદઉદધિમાં પડ્યો;
જે ભાગ્યશાળી હાથમાં ચિંતામણિ આવી ચડે,
કઈ વસ્તુ એવી વિશ્વમાં જે તેહને નવ સાંપડે?
હે નાથ! આ પરભાવની વ્યાધી સહિત એવા મને,
મુક્તિપુરીમાં લઈ જવાને જહાજરૂપે છો તમે;
શિવરમણીના શુભ સંગથી અભિરામ એવા હે પ્રભો!
મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છો તમે નિત્યે વિભો.
તે ધન્ય છે કૃતપુણ્ય છે ચિંતામણિ તેને કરે,
વાવ્યો પ્રભુ! નિજકૃત્યથી સુરવૃક્ષને એણે ગૃહે;
હે નાથ! નિઃસંગી થઈ ચળચિત્તની સ્થિરતા કરી,
એકાન્તમાં બેસી કરીને ધ્યાનમુદ્રાને ધરી.
(શાર્દૂલવિક્રીડિત)
પામ્યો છું બહુ પુણ્યથી પ્રભુ! તને ત્રૈલોક્યના નાથને,
સદ્ગુરુજી સમાન સાક્ષી શિવના નેતા મળ્યા છે મને;
એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું જ્હેની કરું માગણી,
માગું આદરવૃદ્ધિ તોય તુજમાં એ હાર્દની લાગણી. ૬
આત્મકલ્યાણકારી વિચારણા
(શાર્દૂલવિક્રીડિત છંદ)
સાક્ષાત્ શ્રી જિનદેવને નિરખશું ક્યારે અહો નેત્રથી,
ને વાણી મનોહારી ચિત્ત ધરશું, ક્યારે કહો પ્રેમથી. ૧
સ્તવન મંજરી ][ ૨૦૧