એક બુંદજળથી એ પ્રગટ્યા;
શ્રુતસાગર વિસ્તારા;
ધન્ય જિનોને ઉલટ ઉદધિકું,
એક બુંદમેં ડારા.....કર લે૦ ૨
બીજરુચિ ધર મમતા પરિહર,
લહી આગમ અનુસારા;
પરપખથી લખ ઇણવિધ અપ્પા,
અહિ કચુંક જિમ ન્યારા...કર લે૦ ૩
ભાસ પરત ભ્રમ નાસહુ તાસહું,
મિથ્યા જગત પસારા;
ચિદાનંદ ચિત્ત હોત અચળ ઇમ,
જિમ નભ ધ્રુકા તારા.....કર લે૦ ૪
✾
શ્રી જિનેન્દ્ર – સ્તવન
(રાગ – ગઝલ)
રસીલા ધમીર્નાં હૈડાં,
સંયમમાં અહર્નિશ રમતાં;
સલુણાં જિનનાં સ્વપ્નાં,
નજરથી ના જરી ખસતાં. રસીલા૦ ૧
૨૦૮ ][ શ્રી જિનેન્દ્ર