Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 209 of 438
PDF/HTML Page 227 of 456

 

background image
આગમ જો હોય હૈડે તો,
બધીયે ૠદ્ધિ પાસે છે;
ખસે દૂર જો હૃદયથી એ,
જીવન આ શૂન્ય ભાસે છે. રસીલા૦ ૨
અસાર સંસારને માની,
જે વીતરાગને ધ્યાવે;
સકલ દૂરિત કરી હાનિ,
એ સિદ્ધિમાં સિધાવે છે. રસીલા૦ ૩
સમતા રસભરી મુદ્રા,
અહો જિન તુલ્ય ભાસે છે;
ધરીને ભાવથી વંદે,
જનમ નિસ્તાર તેને છે. રસીલા૦ ૪
પૂર્ણ આનંદને ધ્યેયે,
જે જિનરાજને ગાવે;
અમર આત્મ સુખનો ભોગી,
થઈ અમૃત સુહાવે છે. રસીલા૦ ૫
શ્રી શાંતિનાથ જિનસ્તવન
(વસંતતિલકારાગ)
હે શાંતિનાથ! જગપૂજ્ય પ્રભો દયાલો;
દેવેન્દ્ર વિશ્વસુત શુદ્ધ સુવર્ણ દેહ;
સ્તવન મંજરી ][ ૨૦૯
14