પ્રભુ (અમ) વિનતિ સ્વીકારી રે, ભરતે ભગવાન વિચરો;
દિવ્યધ્વનિ સુણાવી રે, સેવકને ન્યાલ કરો. ૪
તારે અસંખ્ય પ્રદેશે રે, કેવળજ્ઞાન – જ્યોતિ ઝળકે;
વીતરાગી જિણંદા રે, ઉપશમરસ મુદ્રા સોહે. ૫
મારું મન પ્રભુ તલસે રે, ક્યારે નીરખું વિદેહી ધણી;
ભક્તિ ભાવે તુઝને ભેટું રે, ચરણે નમું લળી લળી. ૬
મારા મનમાં હોંશ ઘણી રે, દેવાધિદેવ નીરખું ફરી;
નીરખી નીરખીને હરખું રે, સાક્ષાત્ પ્રભુ સેવ કરી. ૭
કુંદ – કા’નના શિરછત્ર રે, વિનતિ પ્રભુ ધ્યાને ધરી;
ભગવંત ભરતે પધારો રે, બાલક પર મહેર કરી. ૮
❐
શ્રી વીર જિન – સ્તવન
(લાગી લગન મ્હને તારી હો લલના, લાગી૦ – રાગ)
લાગી લગન મ્હને તારી હો જિનજી, લાગી લગન મ્હને તારી.
તું ત્રિભુવન ઉપગારી હો જિનજી, લાગી લગન મ્હને તારી.
અકલ સકલ અવિચલ અવિનાશી,
નિર્વૃતિ-નગર નિવાસી હો જિનજી. લાગી૦
કેવલ જ્ઞાન અનંત પ્રકાશી,
વિશદાનંદ વિલાસી હો જિનજી. લાગી૦ ૧
૩૩૮ ][ શ્રી જિનેન્દ્ર