વર્ણાદિક પુદ્ગલથી વિરંગી,
આકૃતિ મુક્ત અનંગી હો જિનજી. લાગી૦
વેદ વિવર્જિત અરુહ અસંગી,
નિરુપમ નિજ ગુણરંગી હો જિનજી. લાગી૦ તું૦ ૨
નિત્ય નિરંજન તું નિરુપાધિ,
નિર્બંધન નિર્વ્યાધિ હો જિનજી. લાગી૦
નિર્મલ જ્યોતિ નિરીહ નિરાધિ,
સહજ સ્વરૂપ સમાધિ હો જિનજી. લાગી૦ તું૦ ૩
ત્રિલોકપતિ જિનશાસન સ્વામી,
વર્દ્ધમાન વિશરામી હો જિનજી. લાગી૦
નિઃશ્રેયસ શિવસુખ ઘનનામી,
આપો અંતરજામી હો જિનજી. લાગી૦ તું૦ ૪
❐
શ્રી ગુરુદેવ – સ્તવન
માતાને સ્વપ્નાં લાધ્યાં ને ઝબકીને જાગ્યા ઉજમબા,
સ્વપ્નાં એ મીઠડાં લાગ્યાં ને દુંદુભિ વાગ્યા ઉજમબા. ૧
જોયું હૃદયમાં જાગી ને નીંદડી ત્યાગી ઉજમબા,
કુંખે આવ્યા છે વડભાગી ને, ભાવઠ ભાંગી ઉજમબા. ૨
માતાને ઉછરંગ આવ્યો ને, સંદેશો સુણાવ્યો ઉજમબા,
માતપિતાને હર્ષ ન માયો, જોષીને તેડાવ્યો ઉજમબા. ૩
સ્તવન મંજરી ][ ૩૩૯