જોષીએ જોષ એમ જોયાં ને, મનડાં મોહ્યાં ઉજમબા;
કાં કોઈ નગરીનો રાયા કે જગ-તારણહારો ઉજમબા. ૪
મીઠડાં ફળ એમ સુણ્યાં ને, ઉછરંગ આવ્યા ઉજમબા;
પરમ પુરુષ એ જન્મ્યા ને, તેજ ઉભરાણાં ઉજમબા. ૫
તેજ દેખીને માત મોહ્યાં ને, કા’ન નામ રાખ્યા ઉજમબા;
માતને કાનુડા પ્યારા કે, અજબ બાળ લીલા ઉજમબા. ૬
કહાને એવી બંસરી બજાવી રે, આત્મનાદ ગજાવ્યા ઉજમબા;
થયો ધર્મ-ધુરંધર ધોરી કે, જગ તારણહારો ઉજમબા. ૭
❐
શ્રી ગુરુદેવ – સ્તવન
શાસન ઉદ્ધારક પ્રભુ જન્મદિવસ છે આજનો રે
સહુ જન સંગે હળીમળી મહોત્સવ કરીએ આજ
મારા હૃદયે આજ આનંદના ઉભરા વહે રે. શાસન૦
(સાખી)
ઉમરાળામાં જનમીયા ઉજમબા કુખ નંદ,
કહાન તારું નામ છે જગતવંદ્ય અનુપ;
જયજયકાર જગતમાં થાયે તુજને આજ
મહિમા તુજ ગુણની હું શી કહું મુખથી સાહિબા રે. શા૦
જ્ઞાન-ભાનુ પ્રકાશિયો ઝળક્યો જગત મોઝાર,
સાગર અનુભવ જ્ઞાનનો રેલાવ્યો ગુરુરાજ;
૩૪૦ ][ શ્રી જિનેન્દ્ર