Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 341 of 438
PDF/HTML Page 359 of 456

 

background image
વિષમ કાળે વરસ્યો અમૃતનો વરસાદ,
તારી ભક્તિતણો આલ્હાદ ઇચ્છે ઇન્દ્રોપતિ રે. શાસન૦
સીમંધર જિનરાજના નંદન રૂડા કહાન,
ઊછળ્યા સાગર શ્રુતના તુજ આતમ મોઝાર;
તારા જન્મે તો હલાવ્યું આખા હિંદને રે,
પંચમ કાળે તારો અદ્વિતીય અવતાર
સારા ભરતે તારો મહિમા અખંડ વ્યાપી રહ્યો રે. શાસન૦
સેવા ચરણકમળતણી ઇચ્છું નિશદિન દેવ,
તુજ ચરણ સમીપ રહી, કરીએ આત્મકલ્યાણ.
તારા ગુણ તણો મહિમા છે અપરંપાર
તારા જન્મે ગગને દેવદુંદુભિ વાગિયા રે;
ઇંદ્રો ચંદ્રો તારા જન્મદિવસને ઊજવે રે. શાસન૦
શ્રી ગુરુદેવસ્તવન
મારા નાથની વધાઈ આજે છે;
મારા સ્વામીની વધાઈ આજે છે;
ગુરુદેવની વધાઈ આજે છે,
એના શબ્દ ગગનમાં ગાજે છે......મારા૦
વીરમાર્ગ-પ્રવર્તક ભરતે ગાજે છે,
ધર્મ-ધ્વજનો ડંકો બજાવે છે;
શાસન ઉન્નત્તિ આજે છે......મારા૦
સ્તવન મંજરી ][ ૩૪૧