મુમુક્ષુ હૃદયો ઉલ્લસે છે
આજે અમૃત વરસા વરસે છે,
જૈનશાસનનો જયકાર ગાજે છે....મારા૦
આજે સ્વર્ગેથી ભક્ત દેવો આવે છે,
આવી ભક્તિની ધૂન મચાવે છે,
ગુરુરાજનો જયકાર ગજાવે છે....મારા૦
વૃક્ષો ને વેલડીયો નાચે છે,
ફળ ફૂલ આજે પાય લાગે છે;
ગુરુભક્તિમાં સહકાર આપે છે...મારા૦
અજોડ સંતની વધાઈ વાગે છે,
કેસરી સિંહની વધાઈ વાગે છે;
એ તો ગુણમાં વધતો ગાજે છે....મારા૦
દિવ્યધ્વનિના રહસ્યો જેણે ખોલ્યાં છે,
શાસ્ત્રના ઊંડા મર્મ ઊકેલ્યા છે;
એ તો જગના તારણહાર જાગ્યા છે..મારા૦
પ્રભુ સેવક લળી પાય લાગે છે,
આત્મલાભની વધાઈ આજે માગે છે;
કૃપાનાથ કૃપા વરસાવે છે......મારા૦
❐
૩૪૨ ][ શ્રી જિનેન્દ્ર