શ્રી ગુરુદેવ – સ્તવન
ભારતખંડમાં સંત એક ઊગિયો, ભાગ્યવાન આંગણે કહાન
એ પાકિયો;
ચૈતન્યજ્યોતિ અખંડ સંત એવા પૂજવા પધારજો. ૧
જાગિયો એ સંત આજ, જગતને જગાડવા;
મુક્તિમંત્ર આપિયો, સ્વતંત્રતાને પામવા;
શક્તિ એની છે પ્રચંડ.....સંત૦ ૨
સીમંધરદેવના ચરણ-ઉપાસક, પૂર્ણાનંદ સ્વરૂપતણો ગ્રાહક;
જાગ્યો એ સંત એકાએક....સંત૦ ૩
કુંદકુંદગુરુનો કેડાયત સંત એ,
સમયસાર શાસ્ત્રનો પચાવનાર સંત એ;
ખોલ્યાં રહસ્ય અણમૂલ...સંત૦ ૪
અજ્ઞાન અંધારા નશાડવા એ શૂરવીર,
જ્ઞાનપ્રકાશ પ્રકાશવા એ ભડવીર;
ભવ્યનો ઉદ્ધારનાર વીર...સંત૦ ૫
નિજ સ્વરૂપની મસ્તીમાં મસ્ત એ,
આત્મ અખંડમાં થયા અલમસ્ત એ;
વાણીએ ઝરે અમીરસ...સંત૦ ૬
ઉત્તમ ભાગ્યથી સંત એ સેવીયા,
સેવકના સર્વ કાર્ય સુધરીયા,
વંદન હોજો અનંત.....સંત૦ ૭
❐
સ્તવન મંજરી ][ ૩૪૩