Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 344 of 438
PDF/HTML Page 362 of 456

 

background image
શ્રી ગુરુદેવસ્તવન
(રાગભેટે ઝૂલે છે તલવાર)
વૈશાખ સુદ બીજને વાર, ઉજમબા ઘેર કહાન પધાર્યા;
ગર્જ્યા દુદુંભિના નાદ, ઉમરાળા ગામે કહાન પધાર્યા,
ન માય આનંદ કુટુંબીજન હૈયે, ભાગ્યવાન મોતીચંદભાઈ....
ઉજમબા૦
વીત્યા વીત્યા તે કાંઈ બાળકાળ વીત્યા, લાગી ધૂન આતમાની માંહી....
ઉજમબા૦
વૈરાગી કહાને ત્યાગ જ લીધો, કાઢ્યું અલૌકિક કાંઈ.....
ઉજમબા૦
પાક્યા છે યુગપ્રધાની સંત એ, સેવકને હરખ ન માય....
ઉજમબા૦
એવા સંતની ચરણ સેવાથી, ભવના આવે છે અંત.....
ઉજમબા૦
પંચમકાળે અહો ભાગ્ય ખીલ્યા છે, વંદન હોજો અનંત.....
ઉજમબા૦
શ્રી ગુરુદેવ-સ્તવન
(રાગભેટે ઝૂલે છે તલવાર)
સુવર્ણપુરે વસે એક સંત, ભવ્ય સહુ આવો જોવાને;
અપૂર્વ અલખ કોઈ એણે જગાડ્યો, જગાડ્યા અનેક ભવ્ય
જીવ; ભવ્ય૦
૩૪૪ ][ શ્રી જિનેન્દ્ર