સોળ કળાએ જ્ઞાનસૂર્ય પ્રકાશ્યો, પ્રકાશ્યો ચૈતન્ય – રાજ;
ભવ્ય૦ ૧
જેની મુદ્રામાં શાંત રસ છવાણા, વાણીમાં અમીરસ ધાર;
ભવ્ય૦ ૨
અંતરપટમાં ગૂઢતા ભરી છે, કળવી મહા મુશ્કેલ; ભવ્ય૦
અંતરહૃદયમાં કરુણાનો પિંડ છે, દ્રઢતાનો નહીં પાર. ભ૦ ૩
દર્શનથી સત્ રુચિ જાગે છે, વાણીથી અંતર પલટાય. ભ૦
સદ્ગુરુદેવ અમૃત પીરસે છે, સેવક વારી વારી જાય. ભ૦ ૪
સિંહ કેસરીના સિંહ નાદેથી, હલાવ્યું છે આખું હિંદ; ભ૦
સુવર્ણપુરીમાં નિત્ય ગાજે છે, આત્મ-બંસી કેરા સુર. ભ૦ ૫
જ્ઞાતા-અકર્તાનું સ્વરૂપ સમજાવે, સ્વપરનો બતાવે ખરો ભેદ; ભ૦
કલ્પવૃક્ષ અમ આંગણે ફળિયો, આનંદનો નહીં પાર....ભ૦ ૬
શ્રી ગુરુદેવની ચરણ સેવાથી, મારું અંતર ઊછળી જાય. ભ૦
તન મન ધન પ્રભુ ચરણે અર્પું, તોયે પૂરું નવ થાય. ભ૦ ૭
❐
શ્રી ગુરુદેવ – સ્તવન
(સોનગઢમાં પૂજ્ય ગુરુદેવના મંગલ આગમન પ્રસંગનું સ્તવન)
અપૂર્વ અવસર સ્વર્ણપુરીમાં, પધાર્યા સદ્ગુરુદેવ રે;
ધન્ય દિન આજે ઊગ્યો રે.
ભવ્ય હૃદયમાં તત્ત્વ રેડીને, પધાર્યા તીર્થધામ રે; ધન્ય૦
સ્તવન મંજરી ][ ૩૪૫