Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 346 of 438
PDF/HTML Page 364 of 456

 

background image
પ્રભાવનાનો ધ્વજ ફરકાવી, ભેટ્યા આજે ભગવાન રે; ધ૦
દેશોદેશ જયકાર ગજાવી, પધાર્યા શ્રી પ્રભુ કહાન રે; ધ૦
મીઠો મ્હેરામણ આંગણે દીઠો, શ્રી સદ્ગુરુદેવ રે; ધન્ય૦
સોળ કળાએ સૂર્ય પ્રકાશ્યો, વરસ્યા અમૃત મેહ રે. ધન્ય૦
સત્ય સ્વભાવને બતાવવા પ્રભુ, અજોડ જાગ્યો તું સંત રે; ધ૦
અજબ શક્તિ પ્રભુ તાહરી દેખી, ઇન્દ્રો અતિ ગુણ ગાય રે. ધ૦
શ્રી ગુરુરાજની પધરામણીથી, આનંદ અતિ ઉલસાય રે; ધ૦
મંદિર ને આ ધામો અમારાં, દીસે અતિ રસાળ રે. ધન્ય૦
વૃક્ષો અને વેલડિયો પ્રભુજી, લળી લળી લાગે પાય રે; ધ૦
ફળ ફૂલ આજે નીચા નમીને, પૂજન કરે પ્રભુ પાય રે. ધ૦
મોર ને પોપટ સહુ કહે, આવો આવોને કહાનપ્રભુ દેવ રે; ધ૦
પ્રભુ ચરણના સ્પર્શથી આજે, ભૂમિ અતિ હરખાય રે. ધ૦
રંકથી માંડી રાયને પ્રભુ, આનંદ આનંદ થાય રે; ધન્ય૦
દેવો આજે વૈમાનથી ઊતરી, વધાવે કહાનપ્રભુ દેવ રે. ધ૦
શ્રી ગુરુરાજના પુનિત ચરણથી, સુવર્ણપુરે જયકાર રે; ધ૦
તીર્થધામની શોભા અપાર જ્યાં, બિરાજે દેવ
ગુરુશાસ્ત્ર રે.
ધન્ય૦
શ્રી જિનસ્તવન
(રાગમોહે પ્રેમકે ઝૂલે ઝુલાદો કોઈ)
મોહે જિનકા રાહ બતાદો કોઈ,
મેરે જિનપ્રભુ કો બતાદો કોઈ.
૩૪૬ ][ શ્રી જિનેન્દ્ર