જન્માબ્ધિમાં ડુબત સઘળાં જંતુને નાવ છે જે,
જિનેંદાનાં ચરણકમળો એહવા વંદીને તે. ૧
જેના મોટા મહિમ-જલધિ કેરું સુસ્તોત્ર અત્ર,
સુમેધાવી સુરગુરુ સ્વયં ગુંથવા નાંહિ શક્ત;
જે તીર્થેશા કમઠ-મદને ધૂમકેતુ જગીશ,
એવા તેનું સ્તવન વર આ નિશ્ચયે હું કરીશ. (યુગ્મ). ૨
સામાન્યેથી પણ સ્વરૂપ તો વર્ણવા તારું અત્ર,
કેવી રીતે અમ સરિખડા નાથ હે! થાય શક્ત?
ધીઠો તોયે ઘુવડ શિશુ રે! દિવસે આંધળો જે,
શું ભાનુનું સ્વરૂપ પ્રરૂપે નિશ્ચયે એહવો તે? ૩
હે જિનેંદા! અનુભવ કરે મોહવિનાશ દ્વારા,
તોયે મર્ત્યો સમરથ નથી ગુણવા ગુણ ત્હારા;
કલ્પાંતે જ્યાં નીરનિધિ તણું નીર નિશ્ચે વમાય,
કોનાથી ત્યાં પ્રકટ પણ રે! રત્નરાશિ પમાય? ૪
સંખ્યાતીતા મહદ ગુણની ખાણ એવા તમારું,
સ્તોત્ર સ્વામી! જડમતિ છતાં ગુંથવા બુદ્ધિ ધારું!
ભાખે ના શું શિશુય જલધિ કેરી વિસ્તિર્ણતાને,
‘હ્યાં વિસ્તારી સ્વભુજયુગને નિજ બુદ્ધિ પ્રમાણે! ૫
યોગીઓને પણ તુજ ગુણો ગમ્ય જે હોય નાંહિ,
તે કહેવામાં ક્યમ પ્રસર રે! માહરો થાય આંહી!
સ્તવન મંજરી ][ ૨૧