Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 23 of 438
PDF/HTML Page 41 of 456

 

background image
જેની પાસે શિવપ્રમુખ સૌ છે પ્રભાવે વિહીન,
તુંથી તેહ રતિપતિ ક્ષણે સર્વથા કીધ ક્ષીણ;
અગ્નિઓ જે જલ થકી અહો! નિશ્ચયે બુઝવાય,
રે! શું તેહી દુઃસહ વડવાવહ્નિથી ના પિવાય? ૧૧
સ્વામી! તુનેં બહુ જ ગુરુતાવંતને આશ્રનારા,
સત્ત્વો સર્વે હૃદયમહિં તને ધારીને ક્યા પ્રકારા;
જન્માબ્ધિને અતિ લઘુપણે રે! તરે શીઘ્ર સાવ,
વા અત્રે તો મહદ્જનનો છે અચિંત્ય પ્રભાવ. ૧૨
જો વિભુ હે! પ્રથમથી જ તેં ક્રોધ કીધો નિરસ્ત,
તો કીધા તેં કઈ જ રીતથી કર્મચોરો વિનષ્ટ?
લીલાં વૃક્ષો યુત વનગણોને અહો! લોકમાંહી,
ના બાળે શું શિશિર પણ રે! હિમરાશિય આંહી? ૧૩
યોગીઓ તો જિનપતિ! સદા તું પરમાત્મારૂપીને,
રે! શોધે છે હૃદયકજના કોશદેશે ફરીને;
શું કર્ણિકા વિણ અપર રે! સંભવે છે અનેરું,
સ્થાન હ્યાં તો પુનિત અમલા અબ્જના બીજ કેરું? ૧૪
પામે ભવ્યો ક્ષણમહિં પ્રભુ હે! પરમાત્માદશાને,
જિનેશા હે! શરીર તજીને આપશ્રીના જ ધ્યાને;
તીવ્રાગ્નિથી તજી દઈ અહો! ભાવ પાષાણ કેરો,
પામે લોકે ઝટ કનકતા જે રીતે ધાતુભેદો. ૧૫
સ્તવન મંજરી ][ ૨૩