Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 24 of 438
PDF/HTML Page 42 of 456

 

background image
જેની અંતઃ ભવિ થકી સદા તું વિભાવાય ભાવે,
જિનેશા હે! શરીર પણ તે નાશ કાં તુ કરાવે?
વા વર્તે આ નકી અહીં અરે! મધ્યવર્તિ સ્વરૂપ,
મ્હાનુભાવો વિગ્રહ શમવે સર્વથા જિનભૂપ! ૧૬
આ આત્મા તો મનીષિ જનથી તુંથી નિર્ભેદ ભાવે,
ધ્યાયાથી હે જિનવર! બને તુજ જેવો પ્રભાવે;
અત્રે પાણી પણ અમૃત આ એમ રે! ચિંતવાતું,
નિશ્ચેથી શું વિષવિકૃતિને ટાળનારું ન થાતું? ૧૭
વિભુ તુંહી તમરહિતને વાદીઓએ અનેરા,
નિશ્ચે શંભુ હરિ પ્રમુખની ધીથી માની રહેલા;
ધોળો શંખે તદપિ કમળાયુક્તથી જિનરાય!
નાના વર્ણે વિપરીત મતિએ ન શું તે ગ્રહાય? ૧૮
(અશોકવૃક્ષાદિ અષ્ટ પ્રાતિહાર્ય)


અશોકવૃક્ષ
(રાગમંદાક્રાંતા)
સાન્નિધ્યેથી તુજ ધરમના બોધવેળા વિલોક!
દૂરે લોકો! તરુ પણ અહો! થાય અત્રે ‘અશોક’;
ભાનુ કેરો સમુદય થયે નાથ! આ જીવલોક,
શું વિબોધ ત્યમ નહિ લહે સાથમાં વૃક્ષથોક? ૧૯
૨૪ ][ શ્રી જિનેન્દ્ર