❋ સુરપુષ્પવૃષ્ટિ ❋
રે! ચોપાસે વિમુખ ડિટડે માત્ર શાને પડે છે,
વૃષ્ટિ ભારી સુરકુસુમની? હે વિભુ! ચિત્ર એ છે!
વા ત્હારા રે! દરશન પથે પ્રાપ્ત થાતાં જ નિશ્ચે,
મુનીશા હે! સુમનગણનાં બંધનો જાય નીચે. ૨૦
❋ દિવ્યધ્વનિ ❋
સ્થાને છે આ ગંભીર હૃદયાબ્ધિ થકી ઉદ્ભવેલી,
ત્હારી વાણી તણી પીયૂષતા છે જનોએ કથેલી;
તેને પીને પર પ્રમદના સંગભાગી વિરામે,
નિશ્ચે ભવ્યો અજરઅમરાભાવને શીઘ્ર પામે. ૨૧
❋ ચામર ❋
હે સ્વામિશ્રી! અતિ દૂર નમી ને ઊંચે ઊછળંતા,
માનું શુચિ સુરચમરના વૃંદ આવું વદંતા —
‘‘જેઓ એહી યતિપતિ પ્રતિ રે! પ્રણામો કરે છે,
‘‘નિશ્ચે તેઓ ઉરધ ગતિને શુદ્ધભાવે લહે છે.’’ ૨૨
❋ સિંહાસન ❋
બિરાજેલા કનક-મણિના શુભ્ર સિંહાસને ને
હ્યાં ગર્જંતા ગંભીર ગિરથી, નીલવર્ણા તમોને;
ઉત્કંઠાથી ભવિજનરૂપી મોરલાઓ નિહાળે,
સુવર્ણાદ્રિ શિખરપર જાણે નવો મેઘ ભાળે! ૨૩
સ્તવન મંજરી ][ ૨૫