❋ ભામંડલ ❋
ઊંચે જાતા તુજ નીલ પ્રભામંડલેથી વિલોક!
પત્રો કેરી દ્યુતિ થકી થયો હીન અત્રે અશોક;
વા નીરાગી! ભગવન! વળી આપના સન્નિધાને,
નીરાગિતા નહિ અહીં કિયો ચેતનાવંત પામે? ૨૪
❋ દેવદુંદુભિ ❋
‘‘ભો ભો ભવ્યો અવધૂણી તમારા પ્રમાદો સહુ ને,
આવી સેવો શિવપુરીતણા સાર્થવાહ પ્રભુને,’’
માનું આવું ત્રણ જગતને દેવ! નિવેદનારો,
વ્યાપી વ્યોમે ગરજત અતિ દેવદુંદુભિ તારો. ૨૫
❋ છત્રત્રય ❋
તારા દ્વારા સકલ ભુવનો આ પ્રકાશિત થાતાં,
તારા વૃંદો સહિત શશિ આ સ્વાધિકારે હણાતાં,
મૌક્તિકોના ગણયુત ઉઘાડેલ ત્રિ છત્ર બ્હાને,
આવ્યો પાસે ત્રિવિધ તનુને ધારી નિશ્ચે જ જાણે! ૨૬
ત્રિલોકોને બહુ બહુ ભરી પિંડરૂપી થયેલા,
જાણે કાંતિ-પ્રતપ-યશના સંચથી નિજ કેરા;
માણિક્યો ને કનક રજતે એ રચેલા ગઢોથી,
વિભાસે છે ભગવન અહો! તુંહી સર્વે દિશોથી. ૨૭
૨૬ ][ શ્રી જિનેન્દ્ર