❋ પાર્શ્વપ્રભુ સ્તુતિ ❋
જન્માબ્ધિથી વિમુખ વરતે તોય તું જિનરાજ!
તારે છે જે સ્વપીઠપર લાગેલ પ્રાણીસમાજ;
તે તું પાર્થિવનિરૂપને યુક્ત નિશ્ચે જ અત્રે,
તું આશ્ચર્ય! પ્રભુ! કરમવિપાક વિહીન વર્તે!! ૨૮
તું વિશ્વેશો દુરગત છતાં લોકરક્ષી કહાવે!
વા સ્વામી! તું અલિપિ તદપિ અક્ષર સ્વસ્વભાવે!
અજ્ઞાનીમાં તમ મહિં નકી સર્વદા કો પ્રકાર,
જ્ઞાન સ્ફુરે ત્રણ જગતને હેતુ ઉદ્યોતનાર! ૨૯
❋ કમઠાસુરના ઉપસર્ગ ❋
વ્યાપ્યા જેણે અતિ અતિ મહા ભાર દ્વારા નભોને,
ઉડાડી’તી શઠ કમઠડે રોષથી જે રજોને;
તેથી છાયા પણ તમ તણી ના હણાણી જિનેશ!
દુરાત્મા એહ જ રજ થકી તે ગ્રસાયો હતાશ. ૩૦
જ્યાં ગર્જતા પ્રબળ ઘનના ઓઘથી અભ્ર ભીમ,
વિદ્યુત ત્રૂટે મુસલ સમ જ્યાં ઘોર ધારા અસીમ;
દૈત્યે એવું જ દુસ્તર વારિ અરે! મુક્ત કીધું,
તેનું તેથી જ દુસ્તરવારિ થયું કાર્ય સીધું. ૩૧
છૂટા કેશોથી વિકૃતિરૂપી જે ધરે મુંડમાલા,
ને જેના રે! ભયદ મુખથી નીકળે અગ્નિજ્વાલા;
સ્તવન મંજરી ][ ૨૭