વિકુર્વ્યો જે પ્રભુ! તમ પ્રતિ એહવો પ્રેતવૃંદ,
તે તો તેને ભવભવ થયો સંસૃતિ દુઃખકંદ. ૩૨
(વસંતતિલકાવૃત્ત)
❋ છે ધન્ય ત્હારા ભક્તને ❋
છે ધન્ય તે જ અવની મહિં જેહ પ્રાણી;
ત્રિસંધ્ય તેજ પદ ભુવનનાથ નાણી!
આરાધતા વિધિથી કાર્ય બીજાં ફગાવી,
રોમાંચ ભક્તિ થકી અંગ મહિં ધરાવી. ૩૩
❋ ના સુણ્યો કદિ મેં તને ❋
માનું અપાર ભવસાગરમાં જિનેશ !
તું કર્ણગોચર મને ન થયો જ લેશ;
સુણ્યા પછી તુજ સુનામ પુનિત મંત્ર,
આવે કને વિપદ-નાગણ શું ? ભદંત ! ૩૪
❋ ના પૂજ્યો કદિ મેં તને ❋
જન્માંતરેય જિન! વાંચ્છિત દાનદક્ષ,
પૂજ્યા ન મેં તુજ પદોરૂપ કલ્પવૃક્ષ,
આ જન્મમાં હૃદયમંથિ પરાભવોનો,
નિવાસ હું થઈ પડ્યો, ઇશ મુનિઓના! ૩૫
❋ ના દીઠો કદિ મેં તને ❋
મેં મોહતિમિરથી આવૃત્ત નેત્રવાળે,
પૂર્વે તને ન નિરખ્યો નકી એક વારે,
૨૮ ][ શ્રી જિનેન્દ્ર