ના તો મને દુઃખી કરે ક્યમ મર્મભેદી,
એહી અનર્થ ઉદયાગત, વિશ્વવેદી! ૩૬
❋ ધાર્યો ન મેં હૃદયે તને ❋
પૂજ્યો છતાં શ્રુત છતાં નિરખ્યો છતાંય,
ધાર્યો ન ભક્તિથી તને મુજ ચિત્તમાંય;
તેથી થયો હું દુઃખભાજન જિનરાય!
ના ભાવવિહીન ક્રિયા ફલવંત થાય. ૩૭
❋ છોડાવ દુઃખ થકી મને ❋
હે નાથ! દુઃખીજનવત્સલ! હે શરણ્ય!
કારુણ્યપુણ્યગૃહ! સંયમીમાં અનન્ય!
ભક્તિથી હું નત પ્રતિ ધરી તું દયાને,
થા દેવ! તત્પર દુઃખાંકુર છેદવાને! ૩૮
નિઃસંખ્ય સત્ત્વગૃહ, ખ્યાત પ્રભાવવાળા,
ને શત્રુનાશક શરણ્ય અહો! તમારાં
પાદાબ્જ શર્ણ લઈ જો છઉં ધ્યાન વંધ્ય,
તો નષ્ટ હું, ભુવનપાવન ! હું જ વંધ્ય. ૩૯
દેવેન્દ્રવંદ્ય! વિભુ! વસ્તુરહસ્યજાણ!
સંસારતારક! જગત્પતિ! જિનભાણ!
રક્ષો મને ભયદ દુઃખસમુદ્રમાંથી,
આજે કરુણહૃદ! પુણ્ય કરો દયાથી. ૪૦.
સ્તવન મંજરી ][ ૨૯