❋ હો તું જ શર્ણ ભવેભવે! ❋
તારાં પદાબ્જતણી સંતતિથી ભરેલી,
ભક્તિતણું કંઈય જો ફલ વિશ્વબેલી!
તો તું જ એક શરણું બસ એહ મુજ,
હો શર્ણ આ ભવભવાંતરમાંય તું જ! ૪૧
❋ સ્તોત્રમાહાત્મ્ય, ઉપસંહાર ❋
રે! આમ વિધિથી સમાધિમને ઉમંગે,
રોમાંચ કંચુક ધરી નિજ અંગ અંગે;
સદ્દબિમ્બ નિર્મલ મુખાંબુજ દ્રષ્ટિ બાંધી,
ભવ્યો રચે સ્તવન જે તુજ ભક્તિ સાંધી. ૪૨
તે હે જિનેન્દ્ર! જયનેત્ર ‘કુમુદચંદ્ર’!
હ્યાં ભોગવી સ્વરગ સંપદવૃંદ ચંગ;
નિઃશેષ કર્મમલ સંચય સાવ વામે,
ને શીઘ્ર તેહ ભગવન્! શિવધામ પામે. ૪૩
❒
શ્રી સમન્તભદ્રાચાર્ય વિરચિત
સ્વયંભૂ – સ્તોત્ર
(૧) શ્રી આદિનાથ – સ્તુતિ
(ગીતા છંદ)
જો હુએ હૈ અરહંત આદિ, સ્વયં બોધ સમ્હારકે,
પરમ નિર્મલ જ્ઞાન ચક્ષુ, પ્રકાશ ભવતમ હારકે;
૩૦ ][ શ્રી જિનેન્દ્ર