૭૬ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
અર્થઃ — જ્યાં એક સાધારણ નિગોદ જીવ ઊપજે ત્યાં તેની સાથે જ અનંતાનંત ઊપજે તથા એક નિગોદ જીવ મરે ત્યાં તેની સાથે જ અનંતાનંત સમાનઆયુવાળા મરે છે.
ભાવાર્થઃ — એક જીવ જે આહાર કરે તે જ અનંતાનંત જીવોનો આહાર, એક જીવ શ્વાસોચ્છ્વાસ લે તે જ અનંતાનંત જીવોનો શ્વાસોચ્છ્શ્વાસ, એક જીવનું શરીર તે જ અનંતાનંત જીવોનું શરીર તથા એક જીવનું આયુષ તે જ અનંતાનંત જીવોનું આયુષ. એ પ્રમાણે સર્વ સમાન છે તેથી તેમનું સાધારણ નામ જાણવું.
હવે સૂક્ષ્મ અને બાદરનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે જીવો પૃથ્વી, જળ, અગ્નિ અને પવનથી રોકાતા નથી તે જીવોને સૂક્ષ્મ જાણવા તથા જે તેમનાથી રોકાય છે તેઓને બાદર જાણવા.
હવે, પ્રત્યેકનું ને ત્રસનું સ્વરૂપ કહે છેઃ —