Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


Page 77 of 297
PDF/HTML Page 101 of 321

 

background image
प्रत्येकाः अपि च द्विविधाः निगोदसहिताः तथैव रहिताः च
द्विविधाः भवन्ति त्रसाः अपि च द्वित्रिचतुरक्षाः तथैव पञ्चाक्षाः ।।१२८।।
અર્થઃપ્રત્યેક વનસ્પતિ પણ બે પ્રકારની છે. તે નિગોદ સહિત
છે તથા નિગોદ રહિત પણ છે. વળી ત્રસ પણ બે પ્રકારના છે. બે
ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય તથા ચાર ઇન્દ્રિય એ ત્રણ તો વિકલત્રય (ત્રસ)
તથા એ જ પ્રમાણે પંચેન્દ્રિય (ત્રસ) છે.
ભાવાર્થઃજે વનસ્પતિના આશ્રયે નિગોદ હોય તે તો સાધારણ
છે તેને સપ્રતિષ્ઠિત પણ કહેવામાં આવે છે; તથા જેના આશ્રયે નિગોદ
નથી તેને પ્રત્યેક જ કહેવામાં આવે છે અને એને જ અપ્રતિષ્ઠિત પણ
કહેવામાં આવે છે. વળી બે ઇન્દ્રિયાદિકને ત્રસ કહેવામાં આવે છે.
ગોમ્મટસારમાં કહ્યું છે કે
मूलग्गपोरबीजा कंदा तह खंदबीज बीजरुहा
सम्मुच्छिमा य भणिया पत्तेयाणंतकाया य ।।
(ગો. જી. ગા. ૧૮૫)
मूलाग्रपर्वबीजाः कन्दाः तथा स्कन्धबीजाः बीजरुहाः
सम्मूर्च्छनाः च भणिताः प्रत्येकाः अनन्तकायाः च ।।
અર્થઃજે વનસ્પતિ મૂળ, અગ્ર, પર્વ, કંદ, સ્કંધ તથા બીજથી ઉત્પન્ન
થાય છે તથા જે સંમૂર્ચ્છન છે તે વનસ્પતિઓ સપ્રતિષ્ઠિત તથા અપ્રતિષ્ઠિત બંને
પ્રકારની હોય છે.
ભાવાર્થઃઘણીખરી વનસ્પતિઓ મૂળથી ઉત્પન્ન થાય છે; જેમ કે
અદરકહળદી વગેરે વગેરે. કોઈ વનસ્પતિ અગ્રભાગથી ઉત્પન્ન થાય છે; જેમકે
ગુલાબ. કોઈ વનસ્પતિની ઉત્પત્તિ પર્વથી થાય છે; જેમ કે ઇક્ષુવેંત આદિ. કોઈ
વનસ્પતિ કંદથી ઉત્પન્ન થાય છે, જેમ કે સૂરણ વગેરે. કોઈ વનસ્પતિ સ્કંધથી ઉત્પન્ન
થાય છે; જેમ કે ઢાક વગેરે. ઘણીખરી વનસ્પતિ બીજથી ઉત્પન્ન થાય છે; જેમ કે
ચણા
ઘઉં વગેરે, કોઈ વનસ્પતિ પૃથ્વી-જળ આદિના સંબંધથી ઉત્પન્ન થઈ જાય છે
અને તે સંમૂર્ચ્છન છે; જેમ કે ઘાસ વગેરે. આ બધી વનસ્પતિ સપ્રતિષ્ઠિત તથા
અપ્રતિષ્ઠિત બંને પ્રકારની હોય છે.
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૭