અર્થઃ — પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર તો બાદર પણ
છે તથા સૂક્ષ્મ પણ છે, તથા પાંચમી વનસ્પતિ છે તે પ્રત્યેક અને
સાધારણ – એવા ભેદથી બે પ્રકારની છે.
હવે સાધારણ અને પ્રત્યેકના સૂક્ષ્મપણાને કહે છેઃ —
साहारणा वि दुविहा अणाइकाला य साइकाला य ।
ते वि य बादरसुहुमा सेसा पुण बायरा सव्वे ।।१२५।।
साधारणाः अपि द्विविधाः अनादिकालाः च सादिकालाः च ।
ते अपि च बादरसूक्ष्माः शेषाः पुनः बादराः सर्वे ।।१२५।।
અર્થઃ — સાધારણ જીવો બે પ્રકારના છેઃ અનાદિકાલીન એટલે
નિત્યનિગોદ તથા સાદિકાલીન એટલે ઇતરનિગોદ. એ બંને બાદર પણ
છે તથા સૂક્ષ્મ પણ છેઃ બાકીના પ્રત્યેક વનસ્પતિના અને ત્રસના એ
બધા બાદર જ છે.
ભાવાર્થઃ — પૂર્વે કહેલા જે છ પ્રકારના સૂક્ષ્મ જીવો છે તે પૃથ્વી,
જળ, તેજ અને વાયુ તો પહેલી ગાથામાં કહ્યા, તથા નિત્યનિગોદ અને
ઇતરનિગોદ એ બંને — એ પ્રમાણે છ પ્રકારના તો સૂક્ષ્મ જાણવા. વળી
છ પ્રકાર એ કહ્યા, (તે સિવાય) બાકીના રહ્યા તે સર્વ બાદર જાણવા.
હવે સાધારણનું સ્વરૂપ કહે છેઃ —
साहारणाणि जेसिं आहारुस्सासकायआऊणि ।
ते साहारणजीवा णताणंतप्पमाणाणं ।।१२६।।
साधारणानि येषां आहारोच्छ्वासकायआयूंषि ।
ते साधारणजीवाः अनन्तानन्तप्रमाणानाम् ।।१२६।।
અર્થઃ — જે અનંતાનંત પ્રમાણ જીવોને આહાર, ઉચ્છ્વાસ, કાય
અને આયુ સાધારણ એટલે સમાન છે તે બધા સાધારણ જીવ છે.
વળી ગોમ્મટસારમાં કહ્યું છે કે —
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૫