૭૪ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
અર્થઃ — આ લોક પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિ — એ પાંચ પ્રકારની કાયાના ધારક એવા જે એકેન્દ્રિય જીવો તેનાથી સર્વત્ર ભરેલો છે; વળી ત્રસ જીવો ત્રસનાડીમાં જ છે – બહાર નથી.
ભાવાર્થઃ — સમાન પરિણામની અપેક્ષાએ ઉપયોગ લક્ષણવાન જીવદ્રવ્ય સામાન્યપણે એક છે તોપણ વસ્તુ (જીવો) ભિન્નપ્રદેશપણાથી પોતપોતાના સ્વરૂપ સહિત જુદી જુદી અનંત છે. તેમાં જે એકેન્દ્રિય છે તે તો સર્વલોકમાં છે તથા બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય ત્રસ જીવો છે તે ત્રસનાડીમાં જ છે.
હવે બાદર-સૂક્ષ્મદિ ભેદ કહે છેઃ —
અર્થઃ — જે જીવ આધાર સહિત છે તે તો સ્થૂળ એટલે બાદર છે, અને તે પર્યાપ્ત છે તથા અપર્યાપ્ત પણ છે; તથા જે લોકાકાશમાં સર્વત્ર અન્ય આધાર રહિત છે તે જીવ સૂક્ષ્મ છે. તેના છ પ્રકાર છે.
હવે બાદર તથા સૂક્ષ્મ કોણ કોણ છે તે કહે છેઃ —