હવે ત્રણ લોકની ઊંચાઈના વિભાગ કહે છેઃ —
मेरुस्स हिट्ठभाए सत्त वि रज्जू हवेइ अहलोओ ।
उड्ढम्हि उड्ढलोओ मेरुसमो मज्झिमो लोओ ।।१२०।।
मेरोः अधोभागे सप्त अपि रज्जवः भवति अधोलोकः ।
ऊर्ध्वे ऊ र्ध्वलोकः मेरुसमः मध्यमः लोकः ।।१२०।।
અર્થઃ — મેરુના નીચેના ભાગમાં સાત રાજુ અધોલોક છે, ઉપર
સાત રાજુ ઊર્ધ્વલોક છે અને વચ્ચે મેરુ સમાન લાખ યોજનનો મધ્યલોક
છે. એ પ્રમાણે ત્રણ લોકનો વિભાગ જાણવો.
હવે ‘લોક’ શબ્દનો અર્થ કહે છેઃ —
दीसंति जत्थ अत्था जीवादीया स भण्णदे लोओ ।
तस्स सिहरम्मि सिद्धा अंतविहीणा विरायंते ।।१२१।।
दृश्यन्ते यत्र अर्थाः जीवादिकाः स भण्यते लोकः ।
तस्य शिखरे सिद्धाः अन्तविहीनाः विराजन्ते ।।१२१।।
અર્થઃ — જ્યાં જીવાદિક પદાર્થ જોવામાં આવે છે તેને લોક કહે
છે; તેના શિખર ઉપર અનંત સિદ્ધો બિરાજે છે.
ભાવાર્થઃ — વ્યાકરણમાં દર્શનના અર્થમાં ‘लुक्’ નામનો ધાતુ છે;
તેના આશ્રયાર્થમાં અકાર પ્રત્યયથી ‘લોક’ શબ્દ નીપજે છે. તેથી જેમાં
જીવાદિક દ્રવ્યો જોવામાં આવે તેને ‘લોક’ કહેવામાં આવે છે. તેના ઉપર
અંત(ભાગ)માં કર્મરહિત અને અનંત ગુણસહિત અવિનાશી અનંત શુદ્ધ
જીવ બિરાજે છે.
હવે, આ લોકમાં જીવાદિક છ દ્રવ્ય છે તેનું વર્ણન કરે છે. ત્યાં
પ્રથમ જ જીવદ્રવ્ય વિષે કહે છેઃ —
एइंदिएहिं भरिदो पंचपयारेहिं सव्वदो लोओ ।
तसणाडीए वि तसा ण बाहिरा१ होंति सव्वत्थ ।।१२२।।
૧‘वायरा’ એવો પણ પાઠ છે. તેનો એવો અર્થ છે કે સર્વ લોકમાં પૃથ્વીકાયાદિક
સ્થૂલ તથા ત્રસ નથી.
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૩