૭૨ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
હવે લોકનો આકાર તો નિત્ય છે — એમ ધારીને તેના વ્યાસદિ (માપ) કહે છેઃ —
અર્થઃ — લોકનો નીચે મૂળમાં પૂર્વ-પશ્ચિમ તો સાત રાજુ વિસ્તાર છે, મધ્યમાં એક રાજુ વિસ્તાર છે. ઉપર બ્રહ્મસ્વર્ગના અંતમાં પાંચ રાજુ વિસ્તાર છે તથા લોકના અંતમાં એક રાજુનો વિસ્તાર છે.
ભાવાર્થઃ — આ લોકના નીચલા ભાગમાં પૂર્વ-પશ્ચિમદિશામાં સાત રાજુ પહોળો છે, ત્યાંથી અનુક્રમે ઘટતો ઘટતો મધ્યલોકમાં એક રાજુ રહે છે, પછી ઉપર અનુક્રમે વધતો વધતો બ્રહ્મસ્વર્ગના અંતમાં પાંચ રાજુ પહોળો થાય છે, પછી ઘટતો ઘટતો અંતમાં એક રાજુ રહે છે, એ પ્રમાણે થતાં દોઢ મૃદંગ ઊભાં મૂકીએ તેવા આકાર થાય છે.
હવે દક્ષિણ-ઉત્તર વિસ્તાર વા ઉંચાઈ કહે છેઃ —
અર્થઃ — દક્ષિણ-ઉત્તર દિશામાં સર્વત્ર આ લોકનો વિસ્તાર સાત રાજુ છે, ઉંચાઈ ચૌદ રાજુ છે તથા સાત રાજુનું ઘનપ્રમાણ છે.
ભાવાર્થઃ — દક્ષિણ-ઉત્તર સર્વત્ર સાત રાજુ પહોળો અને ચૌદ રાજુ ઊંચાઈમાં છે એવા લોકનું ઘનફળ કરવામાં આવે ત્યારે તે ૩૪૩ ઘનરાજુ થાય છે. એક રાજુ પહોળાઈ, એક રાજુ લંબાઈ તથા એક રાજુની ઊંચાઈવાળા સમાન ક્ષેત્રખંડને ઘનફળ કહેવામાં આવે છે.