લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — જીવદિ દ્રવ્યોના પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ પ્રવેશ અર્થાત્ મેળાપરૂપ અવસ્થાન છે તે લોક છે. જે દ્રવ્યો છે તે નિત્ય છે તેથી લોક પણ નિત્ય છે એમ જાણો.
ભાવાર્થઃ — છ દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે, તે (છએ) દ્રવ્યો નિત્ય છે તેથી લોક પણ નિત્ય જ છે.
હવે કોઈ તર્ક કરે કે — જો તે નિત્ય છે તો આ ઊપજે-વિણસે છે તે કોણ છે? તેના સમાધાનરૂપ સૂત્ર કહે છેઃ —
અર્થઃ — આ લોકમાં છએ દ્રવ્યો છે તે પરિણામસ્વભાવી છે તેથી તેઓ સમયે સમયે પરિણમે છે; તેમના પરિણમવાથી લોકના પણ પરિણામ જાણો.
ભાવાર્થઃ — દ્રવ્યો છે તે પરિણામી છે અને દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે; તેથી દ્રવ્યોના પરિણામ છે તે જ લોકના પણ પરિણામ થયા. અહીં કોઈ પૂછે કે – પરિણામ એટલે શું? તેનો ઉત્તરઃ — પરિણામ નામ પર્યાયનું છે; જે દ્રવ્ય એક અવસ્થારૂપ હતું તે પલટાઈ અન્ય અવસ્થારૂપ થયું ( તે જ પરિણામ વા પર્યાય છે). જેમ માટી પિંડ-અવસ્થારૂપ હતી, તે જ પલટાઈને ઘટ બન્યો. એ પ્રમાણે પરિણામનું સ્વરૂપ જાણવું. અહીં લોકનો આકાર તો નિત્ય છે તથા દ્રવ્યોની પર્યાય પલટાય છે; એ અપેક્ષાએ પરિણામ કહીએ છીએ.