તિર્યંચના ત્રણ પ્રકાર છે. વળી તેઓમાં કોઈ મન સહિત સંજ્ઞી પણ છે
તથા કોઈ મન રહિત અસંજ્ઞી પણ છે.
તેના ભેદ કહે છેઃ —
ते वि पुणो वि य दुविहा गब्भजजम्मा तहेव संमुच्छा ।
भोगभुवा गब्भभुवा थलयरणहगामिणो सण्णी ।।१३०।।
ते अपि पुनः अपि च द्विविधाः गर्भजजन्मानः तथैव संमूर्च्छनाः ।
भोगभुवः गर्भभुवः स्थलचरनभोगामिनः संज्ञिनः ।।१३०।।
અર્થઃ — એ છ પ્રકારના તિર્યંચ તે ગર્ભજ પણ છે તથા સમ્મૂર્ચ્છન
પણ છે. તેમાં જે ભોગભૂમિના તિર્યંચ છે તે ગર્ભજ જ છે તથા થલચર અને
નભચર જ છે પણ જળચર નથી; અને તેઓ સંજ્ઞી જ છે પણ અસંજ્ઞી નથી.
હવે અઠ્ઠાણું (૯૮) જીવસમાસ તથા તિર્યંચોના પંચાશી (૮૫)
ભેદો કહે છેઃ —
अट्ठ वि गब्भज दुविहा तिविहा संमुच्छिणो वि तेवीसा ।
इदि पणसीदी भेया सव्वेसिं होंति तिरियाणं ।।१३१।।
अष्टौ अपि गर्भजाः द्विविधाः त्रिविधाः सम्मूर्च्छनाः अपि त्रयोविंशतिः ।
इति पंचाशीतिः भेदाः सर्वेषां भवन्ति तिरश्चाम् ।।१३१।।
कंदस्स व मूलस्स व साखाखंधस्स वा वि बहुलतरी ।
छल्ली सा णंतजिया पत्तेयजिया तु तणुकदरी ।।
(ગો. જી. ગા. ૧૮૮)
कन्दस्य वा मूलस्य वा शाखास्कन्धस्य वा अपि बहुलतरी ।
त्वक् सा अनन्तजीवा प्रत्येकजीवा तु तनुकतरी ।।
અર્થઃ — જે વનસ્પતિઓનાં કંદ, મૂળ પાતળી ડાળી તથા સ્કંધની છાલ જાડી
હોય તેને સપ્રતિષ્ઠિતપ્રત્યેક (અનંત જીવોનું સ્થાન) સમજવી તથા જેની છાલ પાતળી
હોય તેને અપ્રતિષ્ઠિતપ્રત્યેક જાણવી.
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૯