Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 132.

< Previous Page   Next Page >


Page 80 of 297
PDF/HTML Page 104 of 321

 

background image
અર્થઃસર્વ તિર્યંચોના પંચાશી (૮૫) ભેદ છે. ત્યાં ગર્ભજના
આઠ છે, તે પર્યાપ્તઅપર્યાપ્તથી સોળ (૧૬) ભેદ થયા, અને
સમ્મૂર્ચ્છનના તેવીસ ભેદ છે તે પર્યાપ્ત, અપર્યાપ્ત અને લબ્ધ્યપર્યાપ્તથી
(ગુણતાં) ઓગણસીતેર (૬૯) ભેદ થયા. એ પ્રમાણે સર્વ મળી પંચાશી
(૮૫) ભેદ છે.
ભાવાર્થઃપૂર્વે કહેલા કર્મભૂમિના ગર્ભજોના જલચર, થલચર
અને નભચર (જીવો) છે; તેના સંજ્ઞી, અસંજ્ઞી ભેદથી છ ભેદ થયા.
વળી ભોગભૂમિના થલચરસંજ્ઞી તથા નભચરસંજ્ઞી આઠે ભેદ પર્યાપ્ત
અને અપર્યાપ્ત ભેદથી સોળ ભેદ થયા; સમ્મૂર્ચ્છનના પૃથ્વી, અપ્,
તેજ, વાયુ, નિત્યનિગોદ, ઇતરનિગોદ અને દરેકના સૂક્ષ્મ તેમજ બાદર
મળી બાર (૧૨) ભેદ તથા વનસ્પતિના સપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત
એ બંને મળી ૧૪ ચૌદ તો એકેન્દ્રિયના ભેદ થયા, વિકલત્રયના ત્રણ
અને કર્મભૂમિના પંચેન્દ્રિયોના સંજ્ઞિજલચર, અસંજ્ઞિજલચર,
સંજ્ઞિથલચર, અસંજ્ઞિથલચર, સંજ્ઞિનભચર તથા અસંજ્ઞિનભચર એ છ
ભેદ, એ પ્રમાણે બધા મળી તેવીસ ભેદ થયા. તે બધા પર્યાપ્ત,
અપર્યાપ્ત અને લબ્ધ્યપર્યાપ્ત ભેદ કરી ગણતાં (૬૯) ઓગણસીતેર
ભેદ થયા. એ પ્રમાણે પ્રથમના સોળ અને આ ઓગણસીતેર મળી
પંચાશી (૮૫)
ભેદ થયા.
હવે મનુષ્યના ભેદ કહે છેઃ
अज्जवमिलेच्छखंडे भोगमहीसु वि कुभोगभूमीसु
मणुया हवंति दुविहा णिव्वित्तिअपुण्णगा पुण्णा ।।१३२।।
आर्यम्लेच्छखण्डेषु भोगमहीषु अपि कुभोगभूमिषु
मनुजाः भवन्ति द्विविधाः निर्वृत्त्यपर्याप्ताः पूर्णपर्याप्ताश्च ।।१३२।।
અર્થઃઆર્યખંડમાં, મ્લેચ્છખંડમાં, ભોગભૂમિમાં તથા
કુભોગભૂમિમાં મનુષ્ય છે. તે ચારે (પ્રકારના) મનુષ્યોના પર્યાપ્ત તથા
નિર્વૃત્તિ-અપર્યાપ્તથી આઠ પ્રકાર થયા.
૮૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા